ગુજરાત
News of Friday, 11th January 2019

મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાંથી ટ્રકમાં મુંગા 20 પશુઓને કતલખાને લઇ જતા બચાવવામાં આવ્યા

નડિયાદ:મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદ  વિસ્તારમાં એક ટ્રકમાં  મુંગા પશુઓ પસાર થવાના હોવાની બાતમી મળી હતી.જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારીત સ્થળે વોચ ગોઠવી અને રેડ પાડી ભેસોને બચાવી લેવામાં આવી હતી.જો કે આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઇગયા હતા.

મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આમસરણ પાટીયા પાસેથી બે જુદી જુદી ટ્રેકોમાં મુંગા પશુઓને પુરીને લઇ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મહેમદાવાદ પોલીસને મળી હતી.જે અનુસંધાને મહેમદાવાદ પોલીસ સ્ટાફના માણસોએ  રાત્રીના સમયે બાતમી આધારીત સ્થળે વોચ ગોઠવી હતી.આ દરમ્યાન બાતમી આધારીત નંબર વાળા ટ્રકો પસાર થતા તેને ઉભા રાખવાનો ઇસારો કરવામાં આવ્યો હતો.આ જોઇને ટ્રકોના ડ્રાઇવરો તેમજ અન્ય ઇસમો પોલીસ હોવાનો ખ્યાલ આવી જતા અંધારાનો લાભ લઇ ખેતરોમાં ફરાર થવામાં સફળ થયા હતા.પોલીસ સ્ટાફ દ્વારા વારાફરતી બંને ટ્રકોમાં તપાસ કરતા ભેસોના મોઢા અને પગને દોરડાથી કુરતાપૂર્વક બાંધવામાં આવ્યા હતા.

(5:31 pm IST)