ગુજરાત
News of Friday, 11th January 2019

વડોદરાના ભાયલી રોડ પર કોર્ટ મેરેજ કરી યુવતી પિતાના દાગીના તફડાવી છુમંતર:તિજોરીમાં મૂક્યું મેરેજ સર્ટિફિકેટ

વડોદરા: શહેરના ભાયલીરોડ વિસ્તારમાં પ્રેમીને ત્યાં ચાલી ગયેલી યુવતી સામે પિતાએ દાગીના અને રોકડની ચોરીનો આરોપ મુકતી ફરિયાદ નોંધાવી છે.

સયાજીગંજમાં ઇલેકટ્રિકની દુકાન ધરાવતા અને ભાયલી રોડ ખાતે વુડાના મકાનમાં રહેતા લાલાસાહેબ બાજીરાવ સાબળેએ પોલીસને  જણાવ્યું છે,ગઇ તા.૩-૧-૨૦૧૯ના રોજ સાંજે સાતેક વાગે હું અને એમકોમમાં ભણતી મારી પુત્રી રેણુકા હાજર હતા ત્યારે રેણુકાએ હમણાં નીચે જઇ આવું છું..તેમ કહી ગઇ હતી.

અડધો કલાક પછી તેનો ફોન આવ્યો હતો અને હું સંદિપ પાગેના ઘેર આવી ગઇ છું અને મને શોધતા નહીં..તેમ કહેતાં હું સંદિપને  ઘેર ગયો હતો.જ્યો રેણુકાએ મેં લગ્ન કરી લીધા છે,તિજોરીમાં કાગળો મુક્યા છે..તેમ કહેતાં તિજોરી તપાસી તો તા.૧લીએ નીલકંઠ મહાદેવ ગોરવા ખાતે લગ્ન કરી તા.૩ જીએ રજિસ્ટ્રેશન કર્યાનું સર્ટિફિકેટ મળ્યું હતું.

(5:25 pm IST)