ગુજરાત
News of Friday, 11th January 2019

વડોદરાના અજબડી મિલ રોડ પર ગાદલાના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી: 6 ફાયરફાઈટર દ્વારા ભારે મહેનત કરી આગ પર કાબુ મેળવાયો

વડોદરા: શહેરના અજબડી મિલ રોડ પર આવેલા એક ગાદલાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગવા પામી હતી. બનાવને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને 6 ફાયરફાઈટર દ્વારા કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

વડોદરા શહેરના અજબડી મિલ નજીક ગાદલા નું એક ગોડાઉન આવેલું હતું. જેમાં આજે સવારે એકાએક શોર્ટસર્કિટ થતા સમગ્ર ગોડાઉન આગ ની જ્વાળાઓ ફેરવાઈ ગયું હતું.સ્થાનિકોએ ફાયરબ્રિગેડ ને જાણ કરતા ફાયરફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મેજર કોલ જાહેર કરી કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

(5:24 pm IST)