ગુજરાત
News of Saturday, 12th January 2019

ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી હોસ્‍પિટલમાંથી પોલીસ જાપ્તા વચ્‍ચેથી ફરાર

ઝાલોદઃ ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી આજે શુક્રવારે વહેલી સવારે પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. નાગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોજી ત્રણ મહિનાથી ઝાલોદ સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો. આજે સવારે આરોપીને સારવાર માટે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ જવાતો હતો ત્યારે પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી 11 કેદીઓ ફરાર થયા હતા. આમ પોલીસ સુરક્ષા સામે અનેક સવારો ઊભા થાય છે. (સાબ્બીર ભાભોર, દાહોદ)

મળતી માહિતી પ્રમાણે ઝાદોલ સબજેલમાં છેલ્લા ત્રણ મહિનાથી નગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોપી સજા ભોગવી રહયો હતો.

તેને આજે સવારે સારવાર અર્થે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, નાગેશ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.

કાચા કામનો આ કેદી છલ્લા ત્રણ મહિનાથી ઝાલોદ જેલામાં સજા ભોગવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી 11 કેદીઓ ફરાર થયા હતા.

આમ છાસવારે પોલીસ જાપ્તામાંથી કેદીઓ ફરાર થવાની ઘટનાથી પોલીસ સુરક્ષા ઉપર સવાલો ઊભા કર્યા છે.

(5:06 pm IST)