ગુજરાત
News of Saturday, 12th January 2019

૧૭મીઅે પીઅેમ મોદી ગુજરાત આવી રહ્યા છેઃ ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ સમીટમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ રાજ્યમાં આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર, 100 થી વધારે દેશોના 2700 થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. 260 થી વધુ બી ટુ જી અને 355 થી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા પીએમ નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો આવશે. આ અંગેની તડામાર તૈયારીઓ હાલ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચાલી રહી છે.

આ મામલે રાજ્યના મુખ્ય સચિવ જે. એન.સિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીની 'ગ્લોબલ વેલ્થ ફંડ' સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.આ સમિટ વેળા "આફ્રિકા ડે" પણ ઉજવણી કરવામાં આવશે.

વર્ષ 2022 સુધીમાં ગુજરાતના ભાવિ વિકાસ દર્શન સાથે મેઇક ઇન ઇન્ડિયા ની સાફલ્યા ગાથા બાબતે પ્રદર્શન અત્રે પ્રદર્શન પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ સમિટ અંતર્ગત 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનારનું આયોજન થશે. આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન, સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, 'નાસા'ના સહયોગથી 'સ્પેસ એક્સપલોરેશન' વિષયક પ્રદર્શન, રાજ્યના 4 શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ સહિતની ઈવેન્ટ્સ યોજાશે.

આ મેગા ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. 'શોપિંગ ફેસ્ટિવલ'માં 20 હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. શોપિંગ ફેસ્ટિવલ આગામી સમયમાં બ્રાન્ડ બનશે અને આગામી સમયમાં વાયબ્રન્ટ સિવાયના સમયે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવામાં આવશે તેવું પણ મુખ્ય સચિવ સિંગે ઉમેર્યું હતું.

મોદી 17મીએ ગુજરાત આવશે

પીએમ નરેન્દ્ર મોદી 17મી તારીખે ગુજરાત આવશે. આ દિવસે તેઓ ટ્રેડ શોનો ખુલ્લો મૂકશે, તેમજ વી.એસ. હોસ્પિટલની મુલાકાત લઈને બેઠક કરશે. 18મી જાન્યુઆરીએ તેઓ 10 વાગ્યે વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે. આ દિવસે તેઓ ગુજરાતમાં જ રહે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

(5:07 pm IST)