ગુજરાત
News of Friday, 11th January 2019

યુહો મોબાઈલ્સ દ્વારા યુહો વાસ્ટ પ્લસ અને યુહો વાયક પ્રો સાથે ગુજરાતમાં

 અમદાવાદઃ ચાઈનાના અગ્રણી સ્માર્ટફોન મેન્યુફેકચરર્સ પૈકીના એક યુહો મોબાઈલ્સે અમદાવાદમાં રેડિસન બ્લુ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતમાં પોતાના પ્રવેશની જાહેરાત કરી હતી. બ્રાન્ડે પોતાના બે ન્યુ હાઈ એન્ડ ફીચરથી સજજ સ્માર્ટફોન યુહો વાસ્ટ પ્લસ અને યુહો વાયક પ્રોની રજુઆત કરી હતી. જે બેસ્ટ- ઈન- કલાક લુક અને પર્ફોર્મન્સ ધરાવે છે તથા તે આકર્ષક કિંમત સાથે યુવા પેઢીની જરૂરિયાતોને પુર્ણ કરવાનો ઉદ્ેશ્ય ધરાવે છે.

યુહો મોબાઈલ્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેકટર કેપ્ટન યનપ્રિતસિંઘ તેમજ ડિરેકટર વુ યિરાન (માઈકલ)એ નવા યુહો ડિવાઈસિસને લોન્ચ કર્યા હતા. કેટેગરીમાં બજાર હિસ્સો હાંસલ કરવા ઉપરાંત બ્રાન્ડ રિટેઈલર્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ તથા દેશભરમાં ગ્રાહકો માટે ડાયનામિક અને સુસંગત પ્રમોશન દ્વારા ઈકિવટીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. યુહોના બે નવા સ્માર્ટફોન ૪જી ડયુઅલ વોલ્ટી, બેટરીની આવરદા, ફર્સ્ટ-ઈન કલાસ ડિસ્પ્લે, પ્રોટેકિટવ બેક કવર તથા શેલ્ફીનો શોખ ધરાવતા યુવાનો માટે બેસ્ટ કેમેરા સહિતની વિશેષતાઓ સાથે બજારમાં હલચલ મચાવવા માટે સજજ  હોવાનું જણાવાયું હતું.

(4:34 pm IST)