ગુજરાત
News of Friday, 11th January 2019

ભુકંપપ્રુફ મકાનની ડિઝાઈન બનાવનાર ૮ યુવા આર્કિટેકસને ઈન્ટરનેશનલ એવોર્ડ

અમદાવાદઃ વર્લ્ડ બેન્ક યુનાઈટેડ નેશન્સ યુએન હેબિ ટાટ, ગ્લોબલ ફેસિલિટી ફોર ડિઝાસ્ટર રિડકશન એન્ડ રિકવરી અને બિંડ એકેડેમી દ્વારા ભુંકપ પુર સહિતની કુદરતી આફતનો પ્રતિકાર કરી શકે તેવા મકાનની ડિઝાઈન કરવાની સ્પર્ધામાં અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાંથી પાસ આઉ આઠ આર્કિટેકસની ટીમ કમ્પાર્ટમેન્ટ એસ૪ને વિજેતા જાહેર કરવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના આવેલા વિનાશક ભુકંપ અને તેવી વિનાશક અસરોને ધ્યાનમાં રાખીને આ ડિઝાઈન તૈયાર કરી છે. આ સ્પર્ધામાં વિશ્વના ૧૨૦ દેશના ૩૦૦૦થી વધુ આર્કિટેકટસે સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધકોએ તૈયાર કરેલી ડિઝાઈન સાથે એવી પણ શરત મુકવામાં આવી હતી કે જેનો ઉપયોગ કરીને મજુરીના મટિરિયલના અને માલની હેરફેર કરવાના ખર્ચ સાથે ૧૦,૦૦૦ અમેરિકી ડોલરમાં ઘરનું બાંધકામ થઈ જવું જોઈએ.

ભુકંપના ઝોન-૫માં આવતા ઉતરકાશી ઉતરાખંડના પર્વતીય વિસ્તારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી છે. ડિઝાઈનમાં સ્થાનિક વિસ્તારમાં તેને માટેની સામગ્ર અને ટેકનોલોજી આસાનથી મળી શકે છે તથા આ સામગ્રીને નાની પિકઅપ વાનમાં લઈ જઈ શકાય તેમ છે. તેની મદદથી ડિઝાઈન કરેલ મકાનના કન્સ્ટ્રકશનનો ખર્ચ ૫૫૦૦ અમેરિકી ડોલર સુધી સીમિત કરી શકાય છે. ભુકંપપ્રફુ મકાનની ડિઝાઈન બનાવનાર ૮ યુવાા આર્કિટેકને ઈન્ટરનેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(4:34 pm IST)