ગુજરાત
News of Friday, 11th January 2019

અંકલેશ્વરની મહાવીર ચોકડી વિસ્તારમાંથી પહાડી પોપટ વેચતા ચાર શખ્શો ઝડપાયા

અંકલેશ્વરમાં ૨૦ જેટલા પોપટની ડીલેવરી કરવા આવતા દબોચી લીધા

અંકલેશ્વરમાં પહાડી પોપટ વેચવા ફરતા ચાર શખ્સોને મુંબઈ વન્ય જીવ અપરાધ નિયંત્રણ બ્યુરો અને અંકલેશ્વર વન વિભાગે ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી વિગત મુજબ શિડ્યુલ ૪માં આવતા ૨૦ જેટલા પોપટ ની ડીલેવરી કરવા આવતા અજય ભરત ધીવાળા, રણા શિવજીતસિંહ રણજીતસિંહ, દિગ્વીજયસિંહ આર સોલંકી, અજયના પિતા કચ્છુભાઇ ધીવાલા તમામ(રહે ભરૂચ ) અંકલેશ્વર ખાતે ૨૦ જેટલ પહાડી પોપટ લઈ મહાવીર ચોકડી નજીક વેચાણ અર્થે ડીલેવરી માટે આવ્યા હતા.

   આ શખ્શોને  મુંબઇ વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો અને અંકલેશ્વર વન વિભાગના અધિકારી જે.પી.ગાંધી અને તેમની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી પાડી તેમની આકરી પુછ્તાછ કરતા અજય અને તેના પિતા ભરૂચથી આ પોપટ લાવી અને રણા શિવજીત અને સોલંકી દિગ્વીજયસિંહને ડિલેવરી માટે મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. વન વિભગની ટીમે ચારેવની અટકાયત કરી તેમના વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

(10:42 pm IST)