ગુજરાત
News of Friday, 11th January 2019

ગુજરાતના દરિયામાં છ લોકો હથિયાર સાથે દેખાયાના મેસેજથી પોરબંદર કોસ્ટગાર્ડ અને પોલીસ તંત્ર એલર્ટ

દરિયાકાંઠાની સુરક્ષા વધારાઈ :તમામ બોટનું નિરીક્ષણ :વાયરલ મેસેજ હકિકત કે ઉપજાવી કાઢેલી ? :તપાસ શરૂ

પોરબંદર :ગુજરાતના દરિયામાં 6 જેટલા લોકો હથિયાર સાથે હોવાનો મેસેજ વાયરલ થતા પોરબંદર પોલીસ તથા કોસ્ટગાર્ડ એલર્ટ બન્યા છે

  જાણવા મળ્યા મુજબ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે કે, પોરબંદર નજીક ગુજરાતના દરિયામાં 6 લોકો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. આ મેસેજને પગલે પોરબંદર પોલીસે કોસ્ટગાર્ડને જાણ કરી. જેને કારણે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વધારાઈ છે
કોસ્ટગાર્ડ તથા પોરબંદર પોલીસ દ્વારા દરિયામાં તમામ બોટનું નિરિક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    બીજીતરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ મુજબ ખરેખર હથિયારો સાથે 6 જેટલા શખ્સો ઘુસ્યા છે કે પછી કોઈએ ઉપજાવી કાઢેલી વાત છે, તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

(10:27 pm IST)