ગુજરાત
News of Friday, 12th January 2018

નવસારીના સુલતાનપુરમાં રૂ.૧૦ હજારની લાંચ લેનાર સરપંચની ધરપકડ

નવસારીઃ જીલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુરના સરપંચ રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા સનસનાટી મચી ગઇ છે.

પ્રા માહીતી મુજબ સુલતાનપુર ગામના સરપંચ જયેશ  હળપતીએ તળાવ ઉંડુ ઉતારવા માટે કામ કરી રહેલ કોન્ટ્રાકટર પાસે રૂ. ૧૦ હજારની લાંચ માંગી હતી. જે અંગે કોન્ટ્રાકટરે એસીબી ટીમને જાણ કરતા નવસારી એસીબી ટીમે છટકુ ગોઠવીને સરપંચ જયેશ હળપતીને રૂ.૧૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે  ગ્રામ પંચાયતની દરેક સતા સરપંચના હાથમાં હોય છે અને સરપંચ દ્વારા જુદા જુદા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે તળાવો ઉંડા ઉતારવાની યોજના અંતર્ગત જળ સંચયના કામો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત આ સરપંચે લાંચ માંગતા તેની ધરપકડ કરવામાં આવી છે. (૪.૨૨)

(4:39 pm IST)