ગુજરાત
News of Friday, 12th January 2018

હિંમતનગરના સરવણામાં પત્નીને પતિએ જ મોતને ઘાટ ઉતારી'તીઃ લગ્નના એક મહિનામાં જ કંટાળી જઇને સાળાએ બનેવીનો સાથ લઇને કારસ્તાન પાર પાડયું

હિંમતનગરના સરવાણા ગામની સીમમાં યુવતીની સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ આ પ્રકરણનો ભેદ ઉકેલાઇ ગયો છે અને નણદોયા અને પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે.

પ્રાપ્ત માહીતી મુજબ હિંંમતનગરના ભરત સોનીએ રાજસ્થાનના બાડમેર ખાતે  રહેતા તેના બનેવી હસરાજ સોનીના પાડોશમાં રહેતી જુહી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના એક મહિનામાં જ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થતા પતિ ભરત સોની કંટાળી ગયો હતો અને તેના બનેવી હસરાજ સોની સાથે મળીને જુહીને મોતને ઘાટ ઉતારી દેવા માટે પ્લાન બનાવ્યો હતો. શાળા-બનેવીએ જુહીને કારમાં બેસાડીને હિંમતનગર નજીક સરવાણા ગામની સીમમાં લઇ જઇને જુહીના માથાના ભાગે હથોડીના ઘા ઝીંકી, પેટ્રોલ છાંટી સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

આ પ્રકરણમાં પોલીસની ઝીણવટભરી તપાસના અંતે જુહી સોનીની હત્યા તેના પતિ અને નણદોયાએ કરી હોવાનું ખુલતા ભરત સોનીની ધરપકડ કરવામાં આવી છે. જયારે તેનો બનેવી હસરાજ નાસી છુટતા પોલીસે તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. (૪.૧૯)

(4:42 pm IST)