ગુજરાત
News of Friday, 12th January 2018

અમદાવાદ - વડોદરામાં શાળા બંધને મિશ્ર પ્રતિસાદ

સરકાર સામે વાલીઓમાં ભારે રોષઃ વાલીઓએ જ સંતાનોને શાળાએ ન મોકલ્યા

રાજકોટ તા. ૧૨ : ફી નિયમનના અમલની માંગ સાથે વાલી મંડળે ગુજરાતની શાળા બંધના એલાનને અમદાવાદ - વડોદરામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

રાજય સરકારના ફી વિધેયક અને ૨૦૧૭માં ફી ડિફરન્સની રકમ પરત નહીં મળતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. વિરોધના પગલે વાલીઓએ આજે અમદાવાદ - વડોદરા સહિત રાજયભરની સ્કૂલોમાં બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વાલી મંડળો એકબીજાના સંપર્કમાં છે. જયારે રાજયભરમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યું હતું. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સ્કૂલોએ બાળકો નહીં મોકલવા વાલી મંડળોએ અપીલ કરી હતી.

વડોદરા - અમદાવાદમાં મોટા બેનરની શાળાઓમાં વાલીઓએ જ તેમના સંતાનોને શાળાએ મોકલ્યા ન હતા. જેથી સજ્જડ બંધ રહી છે

બંધ જોડાવા માટે અપીલ કરતા મોબાઇલ એસએમએસ ફરતાં થયા હતા. બીજી તરફ બંધને તોડવા માટે સરકાર સીધી મેદાનમાં પડી છે. સરકાર વાલીઓને વાયદા કરે છે પરંતુ કોઇ નક્કર પરિણામ આપતી નહીં હોવાનો વાલી મંડળોએ રોષ વ્યકત કર્યો હતો. વાલી મંડળોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર પોલીસ અને આઇબીને દોડાવી વાલીઓને ડરાવી રહી છે. સરકાર ભયમાં આવી ગઇ છે. આંદોલન તોડવા કેટલાક સંચાલકોએ વાલીઓને ખાનગી મેસેજ કર્યા હતા અને તેમના બાળકોને સ્કૂલે મોકલવા દબાણ કર્યું હતું.

(11:47 am IST)