ગુજરાત
News of Wednesday, 11th December 2019

વાઘોડિયા જીઆઇડીસીની શ્રી બાલાજી ફોમ ઇન્ડસ્ટ્રિઝ નામની પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ

વડોદરા: જિલ્લાના વાઘોડિયા સ્થિત જીઆઇડીસીની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.વાઘોડિયા જીઆઇડીસીની શ્રી બાલાજી ફોમ ઇન્ડસ્ટ્રિઝ નામની પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આજે આગ લાગતાં આખી કંપની આગમાં લપેટાઇ હતી.પ્લાસ્ટિકના દાણાનો જથ્થો અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ ઝડપભેર પ્રસરી હતી.પ્રાથમિક તબક્કે આગનું કારણ શોટસર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.આગ એટલી પ્રચંડ હતી કે તેનો શેડ અને દીવાલો પણ ધડાકાભેર તૂટી પડયા હતા. તબક્કે કર્મચારીઓ બહાર આવી જતાં મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતાં ચાર ફાયર ઓફિસરો સ્ટાફ સાથે દોડી ગયા હતા અને બે કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી આગ કાબૂમાં લીધી હતી.આગમાં મોટાભાગની મશીનરી પણ લપેટાઇ ગઇ હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું.

(5:44 pm IST)