ગુજરાત
News of Wednesday, 11th December 2019

કલોલની ભાટ હોટેલ પર ફૂટ વિભાગની રેડ

કલોલ: હોટલમાં આપવામાં આવેલા ખોરાકમાંથી ઈયળો નીકળવાનો બનાવ તાજેતરમાં બન્યો હતો. ઉપરાંત અન્ય હોટલોમાં પણ બિન આરોગ્યપ્રદ ખોરાક પીરસવામાં આવી રહયો છે ત્યારે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને તેમની ટીમ દ્વારા ભાટ વિસ્તારની હોટલોમાં દરોડા પાડયા હતા અને ત્યાંથી અખાદ્ય પદાર્થના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અંગે ગાંધીનગર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.યોગીતા તુલશ્યાને જણાવ્યું હતું કે ભાટ વિસ્તારમાં આવેલી કેપિટલ પોઈન્ટ રેસ્ટોરેન્ટ અને બેન્કવેટમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. જેમાં ખાદ્ય પદાર્થ ડીપ ફ્રીજમાં સ્ટોર કરેલો જોવા મળ્યો હતો જેમાંથી દુર્ગંધ આવતી હતી તો તેના પેકેટ ઉપર એકસપાયરી કે પેકીંગ ડેટ પણ લખવામાં આવી નહોતી.અહીંથી ફુડ ઈન્સ્પેકટર દ્વારા સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. વર્ષની જેમ વર્ષે પણ શિયાળાની મોસમ નિયત સમયે શરૂ થઇ છે પરંતુ થોડા દિવસ અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલાં કમોસમી વરસાદના પગલે હવામાનમાં પલટો આવ્યો.

(5:40 pm IST)