ગુજરાત
News of Wednesday, 11th December 2019

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવારના નામે 'ઢ'

સાબરકાંઠા:  જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર પાસેના ગઢોડા ગામની સીમમાં રાજ્ય સરકાર ધ્વારા કરોડો રૂપીયાના ખર્ચે મેડીકલ કોલેજ અને અદ્યતન સિવિલ હોસ્પિટલ તૈયાર કરીને પ્રજાની સેવામાં ખુલ્લી મુકાઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આળશને કારણે છેલ્લા ગણા સમયથી અહી સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને સિવિલના મેડીકલ સ્ટોરમાંથી સસ્તી દવાઓ મળતી નથી છેથી આ   દર્દીઓને ર્ડાક્ટરે લખી આપેલી દવાઓ મોંઘી હોવા છતાં ખાનગી મેડીકલ સ્ટોરોમાંથી લેવાની ફરજ પડી રહી છે. હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સાધન સામગ્રી સરકાર તરફથી ઉપલબ્ધ કરાવાઈ હોવાને કારણે જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાંથી ગરીબ અને જરૃરીયાતમંદ દર્દીઓ સારવાર લેવા માટે રોજબરોજ હિંમતનગર સિવિલમાં સવારથી આવી જાય છે સૂત્રોનુ માનીએ તો હિંમતનગર સિવિલમાં રોજની 500 થી વધુની ઓપીડી રહે છે બપોર સુધીમાં દર્દીઓને જે તે ર્ડાક્ટરને બતાવવાનું હોય તે મુજબના મામુલી ફી માં કેસ કાઢી આપવામાં આવે છે.ત્યારબાદ આ દર્દીઓ જે તે તબિબ પાસે જઈને નિદાન કરાવ્યા બાદ ર્ડાક્ટર કેટલીક જરૃરી દવાઓ લખી આપીને ભોયતળીયે આવેલા સરકારી મેડીકલ સ્ટોરમાંથી લઈ લેવાનુ જણાવે છે પરંતુ જ્યારે દર્દી અથાવ તેના સગા મેડીકલ સ્ટોરના કાઉન્ટર પર જઈને પ્રિપ્કીપ્શન આપે છે ત્યારે ફરજ પરના કર્મચારી આ દવા ખલાસ થઈ ગઈ છે અથવા તો અહી નથી તેમ જણાવી ને દર્દીને સિવિલની બહાર આવેલા ખાનગી મેડીકલ સ્ટોર્સમાં રવાના કરી દે છે પરંતુ હકીકત એ છે કે સરકારી દવા કરતા ખાનગી મેડીકલ સ્ટોરોમાં મળતી દવાઓનો ભાવ અનેક ઘણો વધારે હોવાથી દર્દી તે લઈ શકતો નથી. અહી એ નોંધવુ જરૃરી છે કે રોજબરોજ વપરાતી દવાઓના જથ્થા અંગે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબિબોને જાણકારી આપવામાં નહી આવતી હોય અથવા તો તેઓ કોઈ અગમ્ય કારણોસર એવી દવાઓ દર્દીઓને લખી આપે છે કે તે દવા ખરીદવા માટે દર્દીને પરાણે ખાનગી મેડીકલનો સહારો લેવો પડે જોકે સૌથી વધુ જવાબદારી અહી ફરજ બજાવતા સિવિલ સર્જનની હોય છે તેમ છતા તેઓ કેમ દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે બેકાળજી દાખવી રહ્યા છે તે સમજાતુ નથી.

(5:38 pm IST)