ગુજરાત
News of Wednesday, 11th December 2019

તા.૧૪-૧૫ ઇન્ટર સ્કુલ જૂનિયર કબડ્ડી ટુર્નામેન્ટ : ૪૦ થી વધુ ટીમો

એઇન ફાલ્કન સ્પોર્ટસ એન્ડ ઇવેન્ટ દ્વારા

અમદાવાદ : એઇન ફાલ્કન સ્પોર્ટસ એન્ડ ઇવેન્ટ દ્વારા કબડ્ડી જેવી પરંપરાગત રમતને પ્રોત્સાહન મળી રહે તે માટે ઇન્ટર સ્કુલ જુનિયર કબડ્ડી ટુર્ના.નું આયોજન કરાશે. સ્કુલ લેવલથી જ આ રમત સાથે જોડાયેલા રહે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા ફીટ ઇન્ડિયા કેમ્પેઇનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ટુર્ના. યોજાશે.

ટ્રાન્સ સ્ટેડીયા એકા અરેના, મણીનગર અમદાવાદ ખાતે તા.૧૪ અને ૧૫ ડીસેમ્બરના રોજ લોકો માટે આ ખાસ પ્રકારની રમત જોવાનો મોકો મળી રહેશે. ટ્રાન્સસ્ટેડીયા એકા એરેના એ જ ગ્રાઉન્ડ છે કે જયા પ્રો કબડ્ડી લીગ અને કબડ્ડી વર્લ્ડકપ પણ રમાઇ ચુકયા છે જેથી આ સ્ટેડીયમ ફરીથી સ્કુલના બાળકોની સ્પીરીટ અને જુસ્સા સાથે લાઇવ બનશે. કબડ્ડીમાં ૪૦ થી વધુ ટીમોવચ્ચે આ ટુર્નામેન્ટ યોજવામાં આવશે.

શ્રી સચીન પટેલ (એઇટ ફાલ્કોન સ્પોર્ટસ એન્ડ ઇવેન્ટ) જેમને જણાવ્યુ હતુ કે ખાસ કરીને આપણે ત્યા ક્રિકેટ અને ફુટબોલને વધુ મહત્વ અપાઇ છે ત્યારે આપણે આપણી પરંપરાગત રમત ભુલાવી રહ્યા છીએ જેમાં દરેક ટીમો તથા કોચ અને ઓફીશીયલ અલગ પ્રકારના વિશેષ ડ્રેસ કોડમાં જોવા મળશે. આ સ્પર્ધા એક વિશેષ અને પોતાની શ્રેણીમાં એક અલગ જ પ્રકારની હશે તેવું પણ તેમને જણાવ્યું હતુ.

(3:39 pm IST)