ગુજરાત
News of Wednesday, 11th December 2019

બિહારમાં રોકાણકારોને આકર્ષવા આમંત્રણઃ અમદાવાદમાં રોડ શો

અમદાવાદઃ ક્રિસિલ સ્ટેટ ઓફ ગ્રોથ ૨.૦ રિપોર્ટ જાન્યુઆરી ૨૦૧૯ના મુજબ બિહાર વાર્ષિક ૧૧.૩ ટકાના દરે દેશમાં સૌથી ઝડપતી વિકસતુ રાજય છે. તેના બાદ વિકસતા રાજયોમાં આંધ્રપ્રદેશ અને ગુજરાતનો ક્રમ છે. હાલના તબકકે ભારતના ડબલ ડિજીટ પ્રગતિ કરતા ચાર રાજયોમાં સમાવિષ્ટ છે.

 બિહાર યાત્રા આંધપ્રદેશ (૧૧.૩) ગુજરાત (૧૧.૧ ટકા) અને તેલંગાણા (૧૦.૪ ટકા)ના દરે વિકાસ સાધી રહયા છે. એમ બિહાર સરકારના ઉદ્યોગ પ્રધાન શ્રી શ્યામ રજકે જણાવ્યુ હતુ. તાજેતરના સમયમાં બિહાર સરકારે રાજયમાં સંભવીત રોકાણકારોને આકર્ષવા માટે  અને બિહારને રોકાણ માટે પસંદગીનું રાજય બનાવવા માટે અનેક પગલા લીધા છે.  આ હેતુને અનુલક્ષીને બિહારને રોકાણ માટે પસંદગીનું રાજય બનાવવા માટે અનેક પગલા લીધા છે.  આ હેતુને અનુલક્ષીને બિહાર સરકારના ઉદ્યોગ વિભાગે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) ના સહયોગથી અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ બિહાર રોડ શોનું આયોજન કર્યું હતુ. આ જ પ્રકારના રોડ શો મુંબઇ અને પૂણેમાં પણ યોજાશે. રોકાણની બાબતે બહોળો અનુભવ ધરાવતા અને આધુનીક સમજ ધરાવતા ગુજરાતના અનેક રોકાણકારો સમક્ષ બિહારને રોકાણ માટેના પસંદગીના સ્થળ તરીકે રજુ કરવુ જરૂરી છે. એમ શ્રી રજકે કહયુ હતુ આ રીડ શો દરમિયાન અનેક જીટુબી મીટીંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શહેરોના સંભવીત રોકાણકારો ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા- વિચારણા કરશે.

(3:38 pm IST)