ગુજરાત
News of Wednesday, 11th December 2019

અમદાવાદમાં ૧૮મીથી ગુજરાત લીટરેચર ફેસ્ટીવલની આઠમી આવૃતિ

અમદાવાદઃ ગુજરાતના સૌપ્રથમ અને સૌથી લોકપ્રિય તથા મોટા સાહિત્ય મેળાવડા ગુજરાત લીટરેચર ફેસ્ટીવલની આઠમી આવૃતિનું આયોજન આગામી ડિસેમ્બર ૧૮ થી ૨૨ દરમિયાન ગુજરાત યુનિવસીર્ટી કેમ્પસ ખાતે થવા જઇ રહયુ છે. જીએલએફ આ અગાઉ  અમદાવાદમાં પાંચ વખત અને વડોદરામાં બે વખત યોજાઇ ચુકયા છે. સાહિત્યની મોજ સાથે સાથે ગુજરાતી તથા અન્ય ભાષાઓના સાહિત્યકારોને મળવાનો એક સંવાદ કરવાનો મોકો આપતા. આ ફેસ્ટીવલને લોકોએ વર્ષાવર્ષ વધાવી લીધો છે. દર વર્ષે યોજાતા ત્રણ  ફેસ્ટીવલ્સ ગુજરાતી સાહિત્ય મહોત્સવ  ફાઉન્ટેનહેટ અને ટાબરીયા ઉપરાંત ત્રણ નવા ફેસ્ટીવલ્સ રજુ કરી રહયા છીએ. ઇન્ડિયન સ્કીન રાઇટર્સ ફેસ્ટીવલ બિઝ લીટ ફેસ્ટ અને આર્ટ ફેસ્ટ ગુજરાતી સાહિત્ય મહોત્સવ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના શ્રેષ્ઠ અને નવા એમ બંને સ્વરુપોને માણવા માટે છે. ફાઉન્ટેન અંગ્રેજી અને હિંદીના શ્રેષ્ઠ સાહિત્ય અને સર્જકોની રજુઆત થશે. જીએલએફમાં યોજાનારા સેશન્સ અને પરફોમન્સની એક ઝલક હિંદી સીનેમા જગતમાં ઇતિહાસ રચનારી ફિલ્મ બાહુબલીના લેખક વિજયેન્દ્ર પ્રસાદ સાથે વાતચીત ગુજરાતી ભાષામાં વેબ સીરીઝના નવા સ્વરૂપનું ખેડાણ કરનારા યુવા સર્જકો છે.ફેસ્ટીવલમાં વેલે પાર્કિંગ અને અન્ય સુવીધાઓ પણ હશે. આ ફેસ્ટીવલ તમારો પણ છે. વધુ વીગતો માટે શ્યામ પારેખ ડિરેકટર મો.૯૮૨૫૦ ૮૭૭૬૭, સમકિત શાહ મો.૯૮૨૫૨ ૨૫૫૭૯, કમલ ખોખાણી સહ આયોજક ૯૮૨૫૦૫૧૦૦૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:37 pm IST)