ગુજરાત
News of Wednesday, 11th December 2019

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમાં દાઇ અને ત્રેપનમાં દાઇનો જન્મદિન સુરતમાં ઉજવાશે

સોમવારે પ્રેસેશન - મંગળવારે જન્મદિને વાઅઝ ફરમાવશેઃ દુનિયાભરમાંથી ૫૦થી વધુ સ્કાઉટ બેન્ડ સુરાવલી રજુ કરશે

રાજકોટઃ તા.૧૧, વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમાં દાઇ હિઝહોલીનેશ ડો. સૈયદના અબુલ કાઇદજોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મી જન્મજયંતિ તથા ત્રેપનમાં દાઇ ડો. સૈયદના આલીકદર મુફદુલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ)ના ૭૬માં જન્મદિવસ (મિલાદમુબારક) તા.૧૭ને મંગળવાર મીસરા તા.૨૦મી રબીઉલ આખરના રોજ આવે છે. જે સુરત શહેરમાં ભવ્ય શાનદાર રીતે ઉજવણી થશે. વિશ્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજના લોકો સુરત ખાતે હજારોની સંખ્યામાં આપશે. અને મુબારક બાદી પેશ કરશે.

આ ધર્મગુરૂ એમા આધ્યાત્મિક, શ્રધ્ધા, ભકિત, ભાઇચારો, સર્વધર્મ સમભાવની ભાવના માનવ જાતની સેવા કરવાની અદભુત ભાવના ભરેલ પડી છે. તેમના ભલાઇ માર્ગદર્શનથી દાઉદી વ્હોરા કોમ તેમની શિસ્ત અને સારા કાર્ય માટે શાંત વેપારી કોમ તરીકે જાણીતી બની છે.

હિઝહોલીનેશ ડો.સૈયદના સાહેબ વિશ્વના જે જે દેશોમાં પધારે છે. તે દેશોની સરકાર માન-સન્માન આપી ભવ્ય સ્વાગત કરે છેે. દરેક દેશોમાં વાઅઝ ફરમાવે છે. ઇમામ હુશેન (અ.સ.)ની શહાદતને યાદ કરીને ગમ અને માતમ કરાવે છે અને શીખ આપે છે. કે તમે જે દેશ મા રહો છો તેના વફાદાર થઇને રહેજો, વતનની મોહબ્બત કરજો, તમારી સરકારના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરજો શાંતિ, ભાઇચારો અને રાષ્ટ્રભકિત તેઓની વાઅઝનો હીસ્સો હોય છે. તા.૧૬ સોમવારના રોજ સાંજે મગરીબ ઇશાની નમાઝ બાદ સુરતમાં ભવ્યાતિભવ્ય (મોકીબ) પ્રોસેશન નીકળશે. જેમા વિશ્વભરમાંથી ૫૦થી વધુ સ્કાઉટબેન્ડ સુરાવલી રજુ કરશે. વિશ્વભરમાંથી દાઉદી વ્હોરા  સમાજના દ્વારા અલગ અલગ ફલોટો સામેલ હશે. જેમા લોકકલ્યાણના માર્ગદર્શન આપતા ફલોટો સંખ્યાબંધ જોડાશે. શહેઝાદા સાહેબો કસરેઅલીના ભાઇ સાહેબે અમલ સાહેબો દરેક ગામના જમાયતના આગેવાનો કોઠાર મુબારકના સાહેબો હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો પ્રોસેસનમાં જોડાશે. અને હિઝહોલીનેશ ડો. સૈયદના  આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ)ને મિલાદ મુબારકની મુબારકની બાદી  પેશ કરશે.

તા.૧૭ મંગળવારના રોજ  ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ) સવારે ૧૦:૧૫ કલાકે વાઅઝ ફરમાવશે.  આ વાઅઝ સુનવા તેમજ આકા મૌલા (ત.ઉ.શ.)ના દિદાર કરવા સાત દાઇની જીયારત કરવા. હજારો લોકો સુરત શહેરમાં આવશે. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ)ના દિદાર કરવા સાત દાઇની જીયારત ડુમ્મસથી તા.૧૩ શુક્રવારના રોજ સુરત પધારશે. તેમ શેખ યુસુફભાઇ જોહર કાર્ડસ વાળાએ જણાવ્યું હતુ.

(3:25 pm IST)