ગુજરાત
News of Wednesday, 11th December 2019

ચાની ચૂસકી મોંઘી પડશેઃ સુમૂલ ડેરીએ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો

સામાન્ય વર્ગ માટે પડયા પર પાટુ સમાન સ્થિતિ છે

સુરત,તા.૧૧: ડુંગળી અને શાકભાજીની કિંમત બાદ હવે દૂધના ભાવમાં વધારો થયો છે. મોંદ્યવારીના માર વચ્ચે હવે લોકોને સુમૂલના દૂધ માટે પણ વધારાની કિંમત ચૂકવવી પડશે. સુમૂલ ડેરીએ પોતાની પ્રોડકટ ગોલ્ડ અને તાઝામાં પ્રતિલીટર બે રૂપિયાનો વધારો કર્યોછે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના લોકોને દર મહિને દૂધના ભાવમાં થયેલા વધારાનો બોજો ઉઠાવવો પડશે.

દક્ષિણ ગુજરાતમાં વસતા શહેરી જનો માટે આજથી ચાની ચૂસકી મોંદ્યી પડી જશે, કારણ કે સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમૂલ ડેરીએ સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં પ્રતિલીટર બે રૂપિયાનો ભાવ વધાર્યો છે.

મોંદ્યવારી વચ્ચે લોકોને વધુ એક ભારણ માથે આવ્યું છે. હાલ સામાન્ય વર્ગ માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ છે ત્યારે સુમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. દ્યાસચારાની અછત અને દૂધની તંગીના પગલે ભાવવધારાનો નિર્ણય લેવાયો હોવાનું સુમૂલ ડેરીના એમડી સવજી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમૂલ ગોલ્ડ પેશ્વરાઇઝડડ ફુલ ક્રીમ દૂધ ૫૦૦ મિલીમાં ર૯ રૂપિયાનો તો અમૂલ શકિત પેશ્વરાઇઝડડ  સ્ટાન્ડર્ડઇઝડ દૂધ ૫૦૦ મિલીમાં ર૬ રૂપિયા ૫૦ પૈસાનો ભાવ થયો છે. અમૂલ તાજા પેશ્વરાઇઝડ ટોન્ડ દૂધ ૫૦૦ મિલીમાં રર રૂપિયાનો વધારો કરાયો છે.

(11:39 am IST)