ગુજરાત
News of Wednesday, 11th December 2019

વાનોદેશમાં દુષ્કર્મના બનાવો અટકાવવા યુની 28 રાજ્યમાં 30 હજાર કિમીની સાયકલ યાત્રા

દિલ્હીના ત્રણ યુવાનોએ રેપ મુક્ત ભારત બનાવવા અભિયાન છેડ્યું

ડીસા : દેશમાં વધતી દુષ્કર્મની ઘટનાઓને અટકાવવા માટે દિલ્હીથી ત્રણ યુવાને સાઇકલ યાત્રાના દ્વારા દેશભરમાં  જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ડીસા ખાતે આ સાઇકલ યાત્રીઓ આવી પહોંચતા સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

          ભારતના ૨૮ રાજ્ય, ૪૦૦ જિલ્લા, ૭૦૦ શહેર, ૨૦૦૦ ગામોની ત્રીસ હજાર કિલોમીટરની યાત્રા કરી ભારતની રેપ મુક્ત બનાવવાનું સપનું જોયું છે. દિલ્હીના યૂથ આગેન્સ્ટ અનજસ્ટિસ ફાઉન્ડેશનના યુવાનોએ. છેલ્લા બે માસથી દિલ્હીના જંતર મંતરથી માત્ર સાઇકલ યાત્રા પર નીકળેલા આ ત્રણ યુવાનોએ રેપ મુક્ત ભારત બનાવવાની મુહિમ છેડી છે અને ઇન્સાફ કા પહિયાંના બેનર હેઠળ સમગ્ર ભારતભરમાં સાઇકલ યાત્રા કરીને લોકોને બળાત્કાર જેવા સંગીન અપરાધ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

          દેશને સંપૂર્ણ રેપ મુક્ત બનાવવા માટે આ ત્રણ યુવાનોએ ગત સત્તરમી ઓક્ટોબરથી આ ત્રણ યુવાને ઇન્સાફ કા પહિયા મુહિમ અંતર્ગત સમગ્ર દેશમાં સાઇકલ પર પ્રવાસ કરીને લોકો સુધી પહોંચી બળાત્કાર શું છે તેની સમજણ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. શરૂઆતમાં રાજસ્થાનના ગામેગામ લોકોને આ અંગે સમજણ આપીને આ યુવકોની ટિમ ડીસા પહોંચતા ડીસામાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

  ડીસામાં પણ આ યુવકો જ્યારે લોકોને બળાત્કાર વિષે સમજણ આપે છે. ત્યારે તેમના આ કાર્યથી સ્થાનિક લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. રેપ મુક્ત ભારત બનાવવાના ભગીરથ કાર્ય સાથે દિલ્હીથી બે મહિના અગાઉ નીકળેલા આ ત્રણ યુવાનો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પહોંચીને સ્ત્રીઓનું મહત્વ સમજાવી રહ્યા છે.

(9:12 pm IST)