ગુજરાત
News of Tuesday, 11th December 2018

ગોધરા-લુણાવાડા હાઇવે ઉપર છકડો રીક્ષા અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બે મહિલા અને રીક્ષાના ડ્રાઇવર સહિત 3ના મોત

ગોધરાઃ ગોધરા-લુણાવાડ હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતે ત્રણનાં ભોગ લીધા છે. વિરનીય ચોકડી પર થયેલા અકસ્માતમાં છકડો રિક્ષા અને સિડેન કાર વચ્ચે આ અકસ્માત થયો હતો જેમાં અકસ્માત બાદ સિડેન કાર પલ્ટી ખાઈ ગઈ હતી. તો રિક્ષાનો કચ્ચરઘાંણ નીકળી ગયો છે.

મહિસાગર જિલ્લાના આ હાઈવે પર સુવા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ઓવર સ્પીડે આવી રહેલી સિડેન કાર ડિવાઈડ કૂદીને બીજી તરફ ઉછળીને રિક્ષા સાથે અથડાઈ હતી જેમાં બે મહિલા અને રિક્ષાના ડ્રાઈવરનું મોત થઈ ગયું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં બનાવના સ્થળે પહોંચેલા સ્થાનો છક થઈ ગયા હતા. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો બનાવના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરુ કરી હતી.

આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(4:58 pm IST)