News of Monday, 11th December 2017
ડરી ગયેલી સરકારે રોડ શોની મંજૂરી ના આપી
અમદાવાદ, તા. ૧૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ આજે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના આવતીકાલના અમદાવાદમાં રોડ-શોની પરમીશન ભાજપ સરકારના ઇશારે આપવામાં આવી નથી. વિધાનસભા ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ ડરી ગઇ છે અને બોખલાઇ ગઇ છે અને તેથી છેલ્લી ઘડીયે બહાનુ કાઢી ભાજપ સરકારના ઇશારે પોલીસતંત્ર મારફતે રાહુલ ગાંધીના રોડ શો ને મંજૂરી આપવામાં આવી નથી.
(7:58 pm IST)