News of Friday, 11th November 2022
વડોદરાના અકોટા વિસ્તારમાં મકાનમાંથી દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરી તસ્કરો રફુચક્કર.....
વડોદરા: શહેરમાં બંધ મકાનો પર નજર રાખી તક મળતા જ ત્રાટકતી ટોળકી એ અકોટા ના વધુ એક મકાનમાં હાથ ફેરો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અકોટા વિસ્તારની ધૂપછાવ સોસાયટીમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલા અમદાવાદના દર્શનભાઈ સુથાર ગઈતા પાંચમી એ મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા.
તા નવમી એ તેઓ પરત આવતા મકાન નો નકશો તૂટેલો જોવા મળ્યો હતો અને તાળું બાજુમાં પડ્યું હતું. તેમણે તપાસ કરતા ચોરો મકાનમાંથી રોકડ અને દાગીના મળી એક લાખ ઉપરાંત ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બનાવવા અંગે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
(6:33 pm IST)