ગુજરાત
News of Friday, 11th November 2022

વિનામૂલ્યે કાનૂની સેવા સાથે સારા સ્વાસ્થ્ય અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ...

કાચા કામના કેદીઓને સજા વગર નાણાના વાંકે જેલમાં હવે બંધ નહિ રહેવું પડે... : ચીફ જસ્ટિસ અને વડાપ્રધાનના સુચનનો ત્વરિત અમલ કરતા મુખ્ય જેલવડા ડો.કે.એલ.એન.રાવ ટીમ

રાજકોટ,તા.૧૧: ગુજરાત સહિત દેશભરમાં કાચા કામના કેદીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોવાની નોંધ તત્કાલીન ચીફ જસ્ટિસ તથા ખુદ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવા સાથે નાણાંના વાંકે જેલમાં વગર સજાએ બિલકુલ સાધારણ પરિવારના લોકો મુશ્કેલી વેઠી રહ્યાના તારણ બાદ ગુજરાતની જેલોમાં ઉત્કૃષ્ટ કામગીરી, રોજગારી અને આત્મનિર્ભર  બનાવવા ચાલતા અભિયાન અંતર્ગત ન્યાય જગતના સહકારથી આવા કેદીઓને વિનામૂલ્યે કાનૂની સેવા તુરંત મળે  તેવા રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ ટીમ દ્વારા ચાલતા પ્રયાસોને સફળતા મળી છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો તેમજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સુશ્રી સોનિયા ગોકોણીના સબળ માર્ગદર્શન હેઠળ તા.૦૮/૧૧/૨૦૨૨ થી તા.૧૨/૧૧/૨૦૨૨ દરમ્યાન રાજ્યની તમામ અગ્રણી મધ્યસ્થ જેલોમાં બંધ કેદી બંધુઓને તેમના મફત અને  સક્ષમ કાનૂની સહાય મેળવવા ઉપરાંત કેદીઓના માનસિક સ્વાસ્થ્ય સુધારવા સારૂ વિવિધ કાર્યક્રમો જેવા કે પ્રાણાયામ તથા સુદર્શન ક્રિયા, યોગ, શ્વાસોશ્વાસની વિવિધ કસરતો તેમજ વિપશ્યનાની પ્રાથમિક સમજ યોજાનાર છે. જે અંતર્ગત ડો.સુભાષ સોની તથા તેમની ટીમ દ્વારા કેદી બંધુઓને આર્ટ ઓફ લિવિંગ અંતર્ગત પ્રાણાયામ તેમજ સુદર્શન ક્રિયાની સમજ આપવામા આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સીટી સિવિલ જજ. સુ શ્રી બક્ષી, જિલ્લ અને સત્ર ન્યાયાધીશ અમદાવાદ (ગ્રામ્ય) ડી એમ.વ્યાસ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિલ આર એ ત્રિવેદી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ડિરેકટર ડો.વાયા, એસ પી સાબરમતી જેલ, શ્રી તેજસ પટેલ તથા ન્યાયધીશો હાજર રહેલ.  

 

(12:10 pm IST)