ગુજરાત
News of Thursday, 11th November 2021

રાજપીપળા આરબ ટેકરા પાણીના વાલ બાદ દરબાર રોડ પર લાઈન તૂટતા વોર્ડ નં.5 માં પાણીની કટોકટી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા વોર્ડ નંબર 5નાવિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ સામે આવતા ગૃહિણીઓ કકળાટ કરતી જોવા મળી હતી જોકે ત્રણેક દિવસથી આરબ ટેકરમાં પાણીનો વાલ બગડતા આ તકલીફ ઊભી થઈ હતી ત્યારે આ સમસ્યા દૂર થતાં પહેલાજ ગઈકાલે દરબાર રોડ લાઈબ્રેરી બહાર પાણીની લાઈન તૂટી જતા સમગ્ર વોર્ડ.નંબર 5માં પાણીની કટોકટી ઉભી થઇ છે.

ત્રણ ચાર દિવસથી આરબ ટેકરા પાણીની ટાંકી પાસેનો વાલ બેસી જતા દરબાર રોડ, માલિવાડ,પારેખ ખડકી સહિતના ઘણા વિસ્તારમાં પાણી એકદમ ઓછા પ્રેસરે મળતા ઘરની ટાંકીઓમાં પાણી નહિ ભરાતા ગૃહિણીઓ નારાજ થઈ હતી ત્યારબાદ ગઈકાલે અચાનક પાણીની લાઈનમાં ભંગાણ થતા હવે આંખ વિસ્તારમાં પીવાના પાણી ની તકલીફ સર્જાઈ છે, ત્યારે અવાર નવાર પાણીની આ મોકાણ બાબતે મુખ્ય અધિકારી કોઈ કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.

(10:33 pm IST)