ગુજરાત
News of Wednesday, 11th November 2020

મોડાસા નેશનલ હાઇવે નજીક નંબર વગરના વાહનમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા

મોડાસા: નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી પરથી પસાર થતી નંબર વગરના વાહનમાંથી રૂ.૨ લાખથી વધુની કીંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પડાયા હતા. મોડાસા રૂરલ પોલીસે ઝડપી આરોપીઓનો કોવીડ ૧૯ ટેસ્ટ હાથ ધરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે કુલ રૂપિયા ૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.એન.પટેલ સહિતની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી ઉપર હાથ ધરાયેલ આ ચેકીંગ દરમ્યાન દારૂ ભરેલ વાહન આવી રહી હોવાની બાતમી મળતાં જ પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવાઈ હતી.દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ બાતમી મુજબ ની નંબર વગરની ગાડી આવી ચડતાં બેરીકેટ લગાવી આ વાહનને અટકાવી દેવાયું હતું.અને આ ગાડીમાં ચેકીંગ કરતા પાછળની સીટ તેમજ ડીકીમાંથી ઈંગ્લીશ દારૂની ૪૦૨ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

(5:33 pm IST)