ગુજરાત
News of Wednesday, 11th November 2020

સુરતના લાલગેટ વરિયાળી બજારમાં બિલ વિનાના 4.10 લાખની કિંમતના શૂઝ સાથે યુવાનને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

સુરત:પીસીબીએ લાલગેટ વરીયાળી બજાર વિસ્તારમાંથી બિલ વિનાના રૂ.4.10 લાખની કિંમતના બ્રાન્ડેડ કંપનીના 410 જોડી શૂઝ સાથે એક યુવાનને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા યુવાને દિવાળી નિમિત્તે શૂઝનો સ્ટોક કર્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે ગતરોજ લાલગેટ વરીયાળી બજાર મુગલીસરા મીરઝસ્વામી મસ્જીદની સામે કોળીવાડ ઘર નં.11/2217 ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છાપો મારી ત્યાંથી ઝૈઈદ મહંમદમિયાં વાહેદ કલામ ( ઉ.વ.29, રહે.બંગલા નં.17, દેનાવિહાર સોસાયટી, અડાજણ પાટીયા, ન્યુ રાંદેર રોડ, સુરત ) ને નાઇકી, એડીદાસ તથા ફિલા નામની બ્રાન્ડેડ કંપનીઓની શુઝની 410 નંગ જોડીઓ સાથે ઝડપી લીધો હતો.

(5:29 pm IST)