ગુજરાત
News of Wednesday, 11th November 2020

કોંગ્રેસના કાર્યકરો આઝાદી જેવા લોક આંદોલન માટે સજ્જ થાય : દિપક બાબરીયાનું આહવાન

બિહાર અને ગુજરાતના પરિણામો સાચો જનાદેશ ન હોવાનો કોંગ્રેસ વરિષ્ઠ અગ્રણીની સાફ વાત : ભાજપ સામે તડાપડી

રાજકોટ,તા. ૧૧: કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને મધ્યપ્રદેશના પૂર્વ પ્રભારી દીપક બાબરીયાએ કાર્યકરો જોગ નિવેદનમાં જણાવેલ છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્ત્।ર પ્રદેશના પેટા ચૂંટણીના પરીણામો તમારી સામે છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી એ ધનબલ થી ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજયોમાં જનતાએ ચુટેલી સરકારના ધારાસભ્યો ખેડવી ફરોક કરી તે આખા ભારત સમક્ષ છે.

કોરોના મહામારીમા ભાજપ સરકારની અમાનવતા ભરી લાપરવાહી હતી, ભારતની અર્થ વ્યવસ્થા ખતમ કરી નાખી, અને નાના ઉદ્યોગો ભાંગી ગયા કરોડો લોકો બેરોજગાર બની ગયા,પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને ચડી ગયા, ખેડુતો વિરોધની નિતિઓ સરકારે બનાવી આવા અનેક કારણે ભારતીય જનતા પાર્ટીની ખરાબ રીતે હાર થવી નિશ્ચિત હતી.

પરંતુ ભાજપે ધનબલ અને અન્ય સેટિંગથી જનાદેશ પોતાની તરફેણમા લીધો છે. બિહારથી લઈને તમામ રાજયોમાં જનતાનો આક્રોશ આપણે સૌ જોઈ રહ્યા હતા છતા ભાજપે જીત મેળવી આવેલ પરિણામ જનાદેશ નથી.

શ્રી બાબરીયા આક્ષેપ કર્યો હતોે કે, ભાજપ વોટ ચોરવાની તકનીકથી લોકતંત્રને લુટયો છે.આ પ્રમાણે જનતા અને કોંગ્રેસ કાર્યકર્તાએ નિરાશ થવાના બદલે સંગઠિત થઈ લોકતંત્ર બચાવવાની લડાઇ માટે તૈયાર રહેવુ પડશે આલડાઇ કઠીન અને આઝાદીના આંદોલન જેવી રહેશે કોંગ્રેસ તમારા જેવા સંનિષ્ઠ કાર્યકર્તાઓની નિષ્ઠા અને સંકલ્પથી લડી શકશે.આ સ્થિતિમાં આપણે સૌએ દેશના લડાયક નેતા રાહુલ ગાંધીજીની સાથે ઉભુ રહી પુરી તાકાત અને જોમ સાથે લોકતંત્ર વિરોધી સામે લડાઈ લડવા તૈયાર રહેવાનુ છે. શ્રી દીપકભાઇ બાબરીયાએ ઇવીએમ બાબતે પણ ગંભીર મુદા ઉઠાવ્યા છે.

(3:39 pm IST)