ગુજરાત
News of Wednesday, 11th November 2020

ભાજપ કાર્યાલયે વિજયોત્સવઃ કોંગ્રેસ ભવનમાં લોકડાઉન

ગુજરાતમાં આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો અંકે કરી લેતા ભાજપના મુખ્યાલય સહિત સર્વત્ર પાર્ટી કચેરીમાં વિજયોત્સવની ધૂમ મચી હતી. ભાજપના  કાર્યકરો, ટેકેદારોએ ઢોલ- નગારા, પક્ષના ઝંડા સાથે ભરપૂર રીતે આ વિજયોત્સવ મનાવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ જતા અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવનમાં સન્નાટો હતો.

(11:16 am IST)