વડોદરા નજીક વેમાલીમાં સાસરિયાની ચાર તોલા સોનાના દાગીનાની દહેજની માંગથી કંટાળી પરિણીતાએ પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું: ગુનો દાખલ
વડોદરા: નજીક વેમાલી ગામે સાસરિયાની દહેજમાં ચાર તોલા સોનાની માંગ પુરી નહી થતા આખરે ૨૩ વર્ષની પરિણિતાએ પાંચમા માળેથી પડતું મુકી આત્યહત્યા કરતા પોલીસે પતિ, સાસુ, સસરા તેમજ નણંદ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેમાલીમાં સાકાર એવન્યુમાં રહેતા અમીત ગુપ્તાની ૨૩ વર્ષની પત્ની મનિષા તા.૮ના રોજ સાંજે પાંચમા માળેથી પડી જતા મોત નિપજ્યું હતું. આ અંગે તાલુકા પોલીસે પ્રથમ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરતા મનિષાને સાસરિયાનો ત્રાસ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન મનિષાના અમદાવાદના નવા વાડજ ખાતેની શુભ લાભ સોસાયટીમાં રહેતા પિતા ઇન્દ્રવદન રાજારામ ગુપ્તાએ જમાઇ અમીત, વેવાઇ કુમાર ગુપ્તા, વેવાણ સુનીતાબેન અને પુત્રીની નણંદ હેતલ સામે ફરિયાદ નોંધાવી હતી.