ગુજરાત
News of Monday, 11th October 2021

જ્મ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હત્યાઓના મુદ્દે વિરમગામમાં વિરોધ પ્રદર્શન

જમ્મુ કાશ્મીરમા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હિન્દુઓની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીના પુતળાનુ દહન કરાયું

વિરમગામ: વિરમગામ શહેરમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પુતળા દહન કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જમ્મુ કાશ્મીરમા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલ હિન્દુઓની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીના પુતળાનુ દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન મૂર્દાબાદ ના નારા સાથે પુતળા દહન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રી ગોપાલ ઠાકર,  પ્રખંડ બજરંગ દળ સંયોજક જયેશ જાદવ, નગર બજરંગ દળ સંયોજક જયદીપસિંહ જાડેજા સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:33 pm IST)