ગુજરાત
News of Monday, 11th October 2021

નૈઋત્યના ચોમાસાની વિદાય વેળાએ દિવસે પ્રખર તાપ અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

હજુ વાતાવરણમાં ચોમાસાનો થોડો ઘણો ભેજ હોવાના કારણે પરસેવો પણ ખૂબ થાય

અમદાવાદ : નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે. ઋતુના આ સંધિકાળમાં દિવસે પ્રખર તાપ અને રાત્રે ગુલાબી ઠંડી શરૂ થઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની શરૂઆતમાં હોય તેવું એટલે કે 36 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી પરેશાન બની ગયા છે. હજુ વાતાવરણમાં ચોમાસાનો થોડો ઘણો ભેજ હોવાના કારણે સ્થિતિ એવી બને છે કે પરસેવો પણ ખૂબ થાય છે અને જો બપોરે બહાર નીકળે તો આકરા તાપનો સામનો કરવો પડે છે. વળી મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ પણ શહેરીજનો કરી રહ્યાં છે.

(12:33 pm IST)