સુરતમાં લુખ્ખાઓ ફરી બેફામ : પાંડેસરાના પ્રમુખપાર્ક પાસે કારમાં આવેલા શખ્સોએ યુવકને ઢોર માર માર્યો
બીજી ઘટનામાં શુભમ માર્કેટમાં આવેલા મંગલ ક્રિએશનના માલિક પર જીવલેણ હુમલો
સુરતમાં ફરી એકવખત આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં પાંડેસરાના પ્રમુખ પાર્ક પાસે એક કારમાં આવેલા 3થી 4 જેટલા શખ્સોએ એક યુવકને પકડીને ઢોર માર માર્યો હતો. જેમાં મારનો ભોગ બનેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે
જાણવા મળ્યા મુજબ અંગત અદાવતમાં આ યુવકને માર મરાયો હોવાની વાત હાલમાં સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં આતંક ફેલાવનાર શખ્સોએ કેવી રીતે યુવકને માર માર્યો તે ઘટના જોવા મળી હતી.
બીજી એક ઘટનામાં અસામાજિક તત્વોએ બેફામ બનીને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શુભમ માર્કેટમાં આવેલા મંગલ ક્રિએશનના માલિક પર જીવલેણ હુમલો કરાયો હતો. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.