ગુજરાત
News of Friday, 11th October 2019

ખેડા જિલ્લામાં ચાર અલગ-અલગ ગમખ્વાર અકસ્માત: એક જ દિવસમાં ચાર અપમૃત્યુના બનાવોથી અરેરાટી

નડિયાદ:ખેડા જિલ્લામાં ચાર અલગ અલગ જગ્યાઓએ અપમૃત્યુના બનાવો બન્યા હતા.જેમાં પહેલો બનાવ નડિયાદના શિવાલિક ફલેટમાં,બીજો બનાવ ઢુઢી ગામે,ત્રીજો બનાવ કણજરી રેલ્વે સ્ટેશન પર અને ચોથો બનાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.આમ ચારેય બનાવોમાં  ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ શહેરના માઇ મંદિર વિસ્તારમાં આવેલ શિવાલિક પ્લાઝામાં રહેતા સંજયભાઇ શાહના ૨૧ વર્ષિય દિકરા હર્ષદભાઇએ કોઇ અગમ્ય કારણોસર  આજે પોતાના ઘરના રસોડામાં આવેલ હુકમાં ઓઢણી વિંટાળી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.આ બનાવ અંગે મરણજનાર હર્ષદભાઇના પિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે જાણ કરતા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:24 pm IST)