ગુજરાત
News of Friday, 11th October 2019

ખેડૂતોએ મગફળી વેચવા એક જ મોબાઇલ પરથી એકથી વધુ નોંધણી કરાવી હશે તો 'બ્લોક' કરાશે

રાજકોટ,તા.૧૧: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ મગફળી ખરીદી માટે નોંધણી પ્રકિયા ચાલી રહી છે. કોઇ ખેડૂતોએ એક જ મોબાઇલ નંબર પરથી એક થી વધુ ખેડૂતોની નોંધણી કરી હશેતો નોંધણી અવરોધાશે. નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર શ્રી સંજય મોદીએ તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને આ અંગે ગઇ કાલે પત્ર પાઠવી જરૂર મુજબ સુધારો પુનઃનોંધણી કરવા તાકિદ કરી છે

તેમણે પત્રમાં જણાવ્યું છે,ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૯-૨ર૦ અંતર્ગતૅ લધુત્ત્।મ ટેકાના ભાવે ખરીદ કરવામાં આવનાર કૃષિ પેદાશોની ખરીદી અંગે ખેડૂતોના રજીસ્ટ્રેશન/  નોંધણીની પ્રક્રિયા એ.પી.એમ.સી અને વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીનીયોર મારફત કરવામાં આવેલ છે. તારીખ ૧/૧૦ થી આજ દિન સુધી થયેલ નોંધણીના આંકડાની  ચકાસણી કરતાં અત્રેના ધ્યાને આવેલ છે કે વી.સી.ઇ.મારફત એકજ મોબાઇલ નંબર ધ્વારા એકથી ર વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન / નોંધણી કરવામાં આવેલ છે,જે યોગ્ય નથી

વીસીઇ મારફત કરવામાં આવેલ રજીસ્ટ્રેશન/નોંધણીની રજીસ્ટ્રેશન/ નોંધણીની વિગતો ધ્યાને લેતાં વીસીઇ મારફત તમામ ખેડૂતોને જાણ કરવા જણાવવામાં આવે છે કે એકજ રે મોબાઇલ નંબર ઉપર થયેલ એકથી વધુ ખેડૂતોની નોંધણી આથી બ્લોક કરવામાં આવશે અને છ વી.સી.ઇ. મારફત પ્રત્યેક ખેડૂતોના એકજ મોબાઇલ નંબર મેળવી પુનઃ રજીસ્ટ્રેશન / સુધારો કરી  ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ની વડીકચેરીની એમએસપી/એમઆઇએસ શાખાને  ઇ.મેઇલથી જાણ કરવાની રહેશે.

એકજ મોબાઇલ નંબર ઉપર થયેલ એકથી વધુ નોંધણી બ્લોક કરવામાં આવશે. વીસીઇમારફત કરવામાં આવેલ આવા રજીસ્ટ્રેશન/ નોંધણી કરેલ ખેડૂતો પાસેથી જયાં સુધી અલગ અલગ મોબાઇલ નંબર ન મળે ત્યાં સુધી ખરીદી કરવામાં આવશે નહી નોંધણીની વિગતો તપાસતાં ધ્યાને આવેલ છે કે, જે આધાર નંબર ઉપર એકથી વધુ નોંધણી થયેલ છે તેવા આધારની નોંધણી બ્લોક કરવામાં આવે છે. ખેડૂતોની નોંધણીની સાચી વિગતો મેળવી તેને સુધારો કરાવવા અત્રેની કચેરીને ઇમેઇલથી મોકલવાની રહેશે.

(10:10 pm IST)