ગુજરાત
News of Thursday, 11th October 2018

વડોદરામાં વાહનચાલકનો પીછો કરીને લૂંટ કરવાના આરોપીની અમદાવાદથી ધરપકડ

આરોપી પ્રફુલ ઉર્ફે પારસને કુબેરનગરમાંથી 1,35 લાખની રોકડ સાથે દબોચી લીધો

 

વડોદરા શહેરમાં દોઢ મહિના અગાઉ નવાપુરા અને માંજલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલ બાઈક ચાલક અને ફોરવહીલર ચાલક પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કરી છેબાતમીના આધારે પ્રફુલ ઉર્ફે પારસની ધરપકડ અમદાવાદના કુબેરનગરમાંથી કરવામાં આવી છે. આરોપી કુલ રોકડ રકમ 1,35,000 અને મોટરસાઇકલ સાથે ઝડપાયો છે.

  આરોપીની પુછપરછ દરમ્યાન ખુલ્યું હતું કે આરોપી સાથે અન્ય બે શખ્સ પણ હતા જેમણે વડોદરામાં ફોરવહીલરનો પીછો કર્યો હતો અને પાંચ લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. દસ દિવસ બાદ મોટરસાઇક્લનો પીછો કરી અઢી લાખની લૂંટ ચલાવી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે

(10:03 pm IST)