મોડાસામાં તસ્કરોએ સરસ્વતીના ધામમાંથી 1.62 લાખની ઉઠાંતરી કરી
મોડાસા:એક તરફ પોલીસ પરપ્રાંતીયોને સુરક્ષા પુરી પાડવામાં વ્યસ્ત છે.ત્યારે આ તકનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ સરસ્વતીના ધામમાંથી લક્ષ્મીની ચોરી કરી લેતાં જ પંથકમાં ચકચાર મચી હતી.મોડાસાની એક સ્કુલના તાળાં તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ રૃપિયા ૧,૭૨,૫૦૦ની રોકડ જ ચોરી લેતાં ટાઉન પોલીસે ગુનો નોંધી જાણભેદુ તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
મોડાસા-સાયરા માર્ગે આવેલ ચાણક્ય વિશ્વ વિદ્યાલયને નિશાન બનાવી ગત સોમવારની રાત્રે પટાંગણમાં ઉતરી આવેલ તસ્કરોએ સ્કુલના મેનેજમેન્ટ રૃમ,ઓફિસ રૃમ,કોમ્પ્યુટર રૃમ અને સ્ટાફ રૃમ ના તાળા તોડી અંદર પ્રવેશી વેરણ છેરણ કરી નાખ્યું હતું.
જયારે આ તસ્કરોએ મેનેજમેન્ટ રૃમમાં આવેલ ટેબલના ડ્રોવરમાંથી રૃ.૧,૪૨,૫૦૦ ની જયારે ઓફીસ રૃમનું તાળું તોડી તિજોરીમાં રખાયેલ રૃ.૨૦ હજારની રોકડ ચોરી લીધી હતી.આ જાણભેદ તસ્કરોએ શાળામાં લગાવેલ સીસીટીવી ફુટેજ નું ડીવીઆર મેનેજમેન્ટ રૃમમાંથી ચોરી લીધું હતું.