ગુજરાત
News of Thursday, 11th October 2018

સુરતની સ્વીમેર હોસ્પિટલમાં રેગિંગ :ઓર્થોપેડિક વિભાગના પાંચ સિનિયરો સામે ફરિયાદ

જુનિયરને ગળેથી પકડીને વોર્ડમાં ફેરવ્યો હોવાનો આક્ષેપ ;તપાસ શરૂ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટના તબીબો પર રેંગીંગનો આરોપ લાગ્યો છે. ઓર્થોપેડિક વિભાગના પાંચ સિનિયર સામે સેન્ટ્રલ એન્ટી રેગીંગ કમિટીને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. સર્જરી વિભાગના બે રેસિડેન્ટ તબીબોએ આ ફરિયાદ કરી છે. આ ફરિયાદને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સિનયર વિદ્યાર્થીઓએ જુનિયરને ગળેથી પકડીને વોર્ડમાં ફેરવ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે

(2:13 pm IST)