ગુજરાત
News of Thursday, 11th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય પૂર્ણ: 6.5નો ભૂકંપ અને 220ની ઝડપના તોફાનમાં અટલ રહેશે લોહપુરુષ

અમદાવાદ :કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.

 ચીફ એન્જિનિયર આર. જી કાનુનગોના મતે પ્રતિમા પર 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબુ ઉપયોગમાં લેવાયું હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.

(2:00 pm IST)