ગુજરાત
News of Wednesday, 11th September 2019

ક્યારે ભણે ગુજરાત ? : ભાજપના કાર્યક્રમમાં શિક્ષકોને ફરજીયાત હાજર રહેવા મૌખિક સૂચના : ભારે કચવાટ

કઈ શાળાના કેટલા શિક્ષકો હાજર રહ્યા તેની હાજરી પણ પુરવામાં આવી

 

અમદાવાદજમ્મુ કશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યાબાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર ભાજપે રાષ્ટીય એકતા અભ્યાન કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમ આશ્રમ રોડ પર આવેલા દિનેશ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. 780ની ક્ષમતા ધરાવતા હોલમાં શહેર પ્રમુખને હોલ ભરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકોને બોલવા પડ્યા.હતા 

  શહેર ભાજપ દ્વારા આયોજિત રાષ્ટીય એકતા અભ્યાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપે 780 બેઠકની ક્ષમતા ધરાવતા દિનેશ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકરો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ હોલ ભરાવાના ડરના કારણે શહેર ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શાળાઓ ના ત્રણ-ત્રણ શિક્ષકોને કાર્યક્રમાં ફરજીયાત હાજર રહેવા મૌખિક સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન કઈ શાળાના કેટલા શિક્ષકો હજાર રહ્યા તેની હાજરી પણ પુરવામાં આવી હતી.

કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ એક શિક્ષિકાએ નામ જણાવાની શરતે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી અમે સ્કૂલમાં બાળકોને ભણવા ગયા હતા. કોર્પોરેશન દ્વારા ભાજપના રાષ્ટીય એકતા અભ્યાન કાર્યક્રમમાં હાજરી આપવા મૈખિક સૂચના આપી હતી. દરેક સ્કૂલ અને ઝોન પ્રમાણે ત્રણ -ત્રણ શિક્ષકોને હાજરી આપવા સૂચના મળી હતી. અમારા બાળકો સવારથી ઘરે એકલા છે એટલા માટે અમે હવે ચાલુ કાર્યક્રમ છોડી જઈ રહ્યા છે.

(11:30 pm IST)