ગુજરાત
News of Wednesday, 11th September 2019

દીવ કલેક્ટર દ્વારા સરકારી કાર્યક્રમોમાં પ્લાસ્ટીકની બોટલો પર પ્રતિબંધ મુકાયો :પરિપત્ર બહાર પાડયો

કલેક્ટર સલોની રાય એ એક પરિપત્ર જાહેર કર્યો જેમાં સરકારી કાર્યક્રમોમાં પ્લાસ્ટીક બોટલો ઉપર પ્રતિબંધનું પાલન કરવા આદેશ આપ્યો. ૧૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી એ ભારત દેશને પ્લાસ્ટિકના કચડાથી મુક્ત કરવા સંકલ્પ કરેલ છે જેથી પર્યાવરણને બચાવી શકાય. જેથી વડાપ્રધાનનો સંકલ્પ પૂર્ણ કરવા પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમા કલેક્ટર સલોની રાય એ દીવમાં પ્લાસ્ટીક બંધ કરવા અને પ્લાસ્ટીક પ્રતિબંધ અભિયાનને સફળ બનાવવા દીવ જિલ્લાની જનતાનો સહકાર પણ માંગ્યો છે 

(10:43 pm IST)