ગુજરાત
News of Wednesday, 11th September 2019

નર્મદા નદીના પાણી ઝાડેશ્વર ગામ સુધી ઘુસ્યા :અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં : શુક્લતીર્થને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ

અંગારેશ્વર, મંગલેશ્વર, નિકોરા સહિતના ગામો તરફ આગળ વધતા પાણી

નર્મદા નદી 2013 બાદ બે કાંઠે વહેતી થઇ છે. ડેમમાંથી આવી રહેલા 7 લાખ કયુસેકથી વધારે પાણીના કારણે વર્ષો બાદ નર્મદા નદીના પાણી ભરૂચ શહેરને અડીને આવેલા ઝાડેશ્વર ગામ સુધી પહોંચ્યા છે નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે

  અવિરત પાણી છોડવામાં આવી રહયું હોવાથી નર્મદા નદી ભયજનક સપાટી કરતાં 8 ફૂટ ઉપર વહી રહી છે. બીજી તરફ શુકલતીર્થ અને આસપાસ આવેલા ગામોમાં પણ પુરના પાણી પ્રવેશી ગયાં છે. ભરૂચથી શુકલતીર્થને જોડતા રસ્તા પર પાણી ફરી વળતાં લોકો જીવના જોખમે પસાર થઇ રહયાં છે. અંગારેશ્વર, મંગલેશ્વર, નિકોરા સહિતના ગામો પણ ધીમે ધીમે પાણી પાણી થઇ રહયાં છે.

 

(10:28 pm IST)