ગુજરાત
News of Wednesday, 11th September 2019

ઝઘડિયા પંથકમાં નર્મદાના પાણી ફરી વળ્યાં :જુના પોરા સહિત 10 ગામમાં પાણી ઘુસ્યા : મકાનો અને મંદિર પાણીમાં ગરકાવ

400 લોકોનું સ્થળાંતર : સરકારી શાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા : પાણીના વહેણમાં મગર તણાઈ આવતા લોકોમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીના જળસ્તર વધતા જુના પોરા સહિત 10 ગામમાં પાણી ઘૂસ્યા છે.

  જુના પોરા ગામના અનેક મકાન અને મંદિર પાણીમાં ડૂબી ગયા છે. નર્મદાના વહેણ સાથે મગર તણાઈ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે 400 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ગામ પાસેની એક સરકારી શાળામાં રહેવા, જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(10:19 pm IST)