ગુજરાત
News of Wednesday, 11th September 2019

રાજ્યમાં પીયુસી સેન્ટર બહાર વાહનોની લાંબી લાઈનો લાગી

લાઇસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસીનાં ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત બાદ પણ ગુજરાતનાં અનેક શહેરોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોની આ લાંબી લાઈનો પીયુસી સેન્ટર બહાર લાગી રહી છે. સીએમ રૂપાણીએ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોની જાહેરાત કરતાં લોકોએ પીયુસી કઢાવવા માટે લાઈનો લગાવી મૂકી છે.

સીએમ રૂપાણીએ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ થશે તેવી જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર લાઇસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસીનાં ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. જો આ ડોક્યુમેન્ટ ન હોય તો હવે 500 રૂપિયાનો દંડ થશે. જેના કારણે લોકોએ પીયુસી કઢાવવા માટે પીયુસી સેન્ટર બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી.

(9:39 pm IST)