ગુજરાત
News of Wednesday, 11th September 2019

ખંભાતના જૈન દેરાસરમાં થયેલ 1.85 લાખની મૂર્તિની ચોરીનો ભેદ ઉકેલાયો: સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે ઠગોની ધરપકડ કરી

ખંભાત:  ના જૈન દેરાસરમાંથી ચોરાયેલી ૧.૮૫ લાખની ત્રણ મૂર્તિઓ સંદર્ભે પોલીસે બે શખ્સોને ઝડપી પાડીને ત્રણેય મૂર્તિઓ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાતના મોટા આદીસર ભગવાનના દેરાસરમાંથી ૬૦૦ વર્ષ જૂની ત્રણ જેટલી પંચધાતુની નાની-મોટી મૂર્તિઓની ચોરી થવા પામતાં જ ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ખંભાત શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતાં એક શખ્સ ભક્તનો પહેરવેશ પહેરીને મંદિરમાં ઘુસી મૂર્તિઓની ચોરી કરતો નજરે પડ્યો હતો. જેથી તેની તપાસ કરતા આ શખ્સ ખંભાતના ચંદન ગેસ્ટહાઉસમાં રોકાયો હોવાનું ખુલવા પામતાં જ પોલીસે ત્યાંથી તેની માહિતી એકત્ર કરીને મહેશભાઈ નેમીચંદ જૈન (રે. સુરત, અમરોલી)ને ઝડપી પાડ્યો હતો.

(5:58 pm IST)