પેટલાદ તાલુકાના પાડગોલમા બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનને નિશાન બનાવી ચોરીના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલ કાર નાપા તળપદથી પોલીસે ઝડપી પાડી
પેટલાદ: તાલુકાના પાડગોલ ગામે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને ચોરી કરવાના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં નાપાડ તળપદ ગામેથી ચોરાઈ હોવાનું ખુલવા પામતાં જ ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ચોથી તારીખના રોજ રાત્રીના સુમારે પાડગોલ ગામે આવેલી બેંક ઓફ બરોડાની બહારના ભાગે મુકવામાં આવેલા એટીએમ મશીનની કેબિનના નકુચા તોડીને કેટલાક શખ્સો અંદર ઘુસ્યા હતા અને એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસની ગાડી આવી જતાં તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી ગેસ કટર, ગેસનો બોટલ, ઓક્સીજન સીલીન્ડર તેમજ બાજુમાં આવેલી નળીમાંથી એક ઈકો કાર નંબર જીજે-૨૩, એ ૭૭૨૧ની મળી આવી હતી. પોલીસે તમામ વસ્તુઓ કબજે લઈને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.