ગુજરાત
News of Wednesday, 11th September 2019

ખેડા એલસીબીએ માંઘરોલીમાંથી મોબાઈલની ચોરી કરનાર નડિયાદના ગઠિયાને રંગે હાથે ઝડપ્યો: મોબાઈલ સહીત 45 હજારની મતા જપ્ત કરવામાં આવી

ખેડા:એલસીબી પોલીસે નડિયાદના બાલ્કન જી બારી પાસેથી એક શકમંદને પકડી પાડી તેની પુછપરછ કરતાં તેનુ નામ બિપીનભાઈ ઉર્ફે ભાગલો ઈશ્વરભાઈ સોઢાપરમાર (રહે.માંઘરોલી,તા.નડિયાદ) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી એક મોબાઈલ મળ્યો હતો. તેની કિંમત ૪૫,૦૦૦ થાય છે.

પોલીસે આ મોબાઈલ વિશે પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ના મળતાં પોલીસે લાલઆંખ કરી હતી. જેથી બિપીનભાઈએ એવી કબૂલાત કરી હતી કે માંઘરોલી ગામમાં આવેલી પટેલ વાડી પાસે ગણપતિની સ્થાપના વખતે ભીડનો લાભ લઈ આ મોબાઈલ તફડાવ્યો હતો.

(5:56 pm IST)