ગુજરાત
News of Wednesday, 11th September 2019

ખેડા તાલુકાના ખુમારવાડા નજીક ગરનાળા પાસે પુરપાટ ઝડપે જતા બોલેરોએ બાઇકને હડફેટે લેતા ગોઝારો અકસ્માત: ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: પોલીસ ફરિયાદ

ખેડા: તાલુકાના ખુમારવાડ નજીક તેલકૂવા ગરનાળા પાસેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે પસાર થતી બોલેરો પીકઅપ ગાડીના ચાલક સામેથી આવતાં બાઈકને અડફેટે લેતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ફરિયાદ લઈ બોલેરો પીકઅપ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ખુમારવાડ ગામમાં રહેતાં ગણપતભાઈ પૂંજાભાઈ વાઘેલા ગતરોજ સાંજના સમયે ખુમારવાડ નજીક તેલકૂવા ગરનાળા નજીકથી બાઈક નં જીજે ૦૭ એકે ૫૬૯૫ લઈ જતાં હતાં. તે વખતે સામેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૦૭ વાયઝેડ ૨૬૩૬ના ચાલકે ગણપતભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાઈ જમીન પર પટકાયેલા ગણપતભાઈ પુંજાભાઈ વાઘેલા (ઉં.વ ૪૮)ને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

(5:55 pm IST)