ગુજરાત
News of Wednesday, 11th September 2019

નડિયાદમાં યુવતીએ રીક્ષા ભાડે કરી અવાવરું જગ્યાએ જઈ ચાલકને લૂંટતા ચકચાર:પોલીસે તપાસ હાથ ધરતા ગેંગ ઝડપાઇ: 5 શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી

નડિયાદ: શહેરની ગ્લોબ સિનેમા વિસ્તારમાંથી એક યુવતી દ્વારા રીક્ષા ભાડે કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ રીક્ષા ચાલકને લુંટી લેનાર ગેંગને ટાઉન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ચકલાસી તાબે વનીપુરામાં રહેતા જૈમીનભાઇ વિનુભાઇ ગોહીલ નડિયાદ શહેરમાં રીક્ષા ચલાવી પોતાનુ ગુજરાન ચલાવે છે. ગત તા.૧ સપ્ટેમ્બરના રોજ તેઓ ગ્લોબ સિનેમાં પાસે ઊભા હતા. તે દરમિયાન એક યુવતી તેમની પાસે આવી હતી. અને મહેમદાવાદ જવા માટે ૨૫૦ રૂા.માં રીક્ષા ભાડે કરી હતી. જે બાદ યુવતીએ કાચ્છઇ જવાના રસ્તે નાના ફાટકથી રીક્ષા આગળ લઇ જવા જણાવ્યુ હતુ. જેથી ચાલકે પોતાની રીક્ષા તે તરફ આગળ લઇ ગયો હતો. જ્યા અગાઉથી જ યુવતીના સાથીદારો હાજર હતા. જે લોકોે ભેગા મળી રીક્ષા ઊભી રખાવી રીક્ષા ચાલકને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ ચપ્પુ ગળા પર મૂકી મારી નાખવાની ધમકી આપી જૈમીનભાઇના ખીસ્સામાંથી રોકડા રૂ.૮૫૦, મોબાઇલ કિમત રૂ.૪ હજાર તેમજ રીક્ષાનું ટાયર સહિતના સામાન કુલ કિમત રૂ.૧૧,૩૫૦ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

(5:54 pm IST)